હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સંયુક્ત પોલીસ કમિશનર ખુરસીદ એહમદની સુચનાથી દારૂ જુગારની પ્રવૃતિ નિસ્તો નાબુદ કરવા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકતના આધારે રૈયાધાર ચોકડી વિસ્તારમાંથી સંજયભાઈ ભીખુભાઈ શીયારને વિદેશીદારૂની રૂ.૮ હજારની કિંમતની ૮૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. આરોપી અગાઉ જામનગર જીલ્લામાં તથા D.C.B પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે. પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ છે. ગાંધીગ્રામ પોલીસ આર.એસ.ઠાકર, બી.જી.ડાંગર, ડી.વી.બાલાસરા જુવાનસિંહ ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, રવિભાઈ ગઢવી, દિપકભાઇ ચૌહાણ, પોલીસે પ્રોહિબીશનનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, … Continue reading રાજકોટ ખાતે રૈયાધાર ચોકડી પાસેથી એક ઈસમને વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed